ખેડબ્રહ્મા: શહેર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ની ઉજવણી પ્રસંગે એકતા પદયાત્રા યોજાઈ
આજે સવારે 10 વાગ્યા ની આસપાસ સાબરકાંઠામાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી ના અવસરે સાંસદ શોભનાબેન બારૈયા તેમજ રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારા સહિત મહાનુભાવો ની ઉપસ્થિતમાં ખેડબ્રહ્મા ખાતે સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પ અર્પણ કરી પદયાત્રાનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા સરદાર ચોકથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી માણેકચોક ખાતે સંપન્ન થઈ હતી.