ગોધરા: પાંજરાપોળ વિસ્તારમાં આવેલી કપડાની દુકાનમાં આગ, લાગવાની ઘટના બની
ગોધરા શહેરના ગીચ ગણાતા પાંજરાપોળ વિસ્તારમાં આવેલી ‘અરિહંત ચિલ્ડ્રન વેર’ નામની જાણીતી દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ દુકાનના બીજા માળે લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દુકાનમાં રહેલો રેડીમેડ કપડાંનો જથ્થો અને અન્ય ચીજવસ્તુઓ આગની લપેટમાં આવી ગયા ઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલ