ધ્રાંગધ્રા: સંસ્કારધામ ગુરુકુળમાં જનમંગલ મહોત્સવ અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન
ધ્રાંગધ્રા શહેરના સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જનમંગલ મહોત્સવના પાવન અવસરે ભવ્ય અને શૈક્ષણિક મૂલ્ય ધરાવતા સાંસ્કૃતિક પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુરુકુળના પૂજ્ય ગુરુજી શ્રી રામ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આયોજિત પ્રદર્શનમાં બાળકો અને યુવાપેઢીને ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવસભર ઇતિહાસથી પરિચિત કરવાના હેતુથી વિવિધ માહિતીસભર ચલચિત્રો રજૂ કરવામાં આવ્યા છે સાથે સાથે વિજ્ઞાન મેળાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે