દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતાં કાકા-ભત્રીજા રીયાઝ અને અર્શ મેવાતી બપોરના સમયે કસ્બા પટડી ચોક વિસ્તારમાં એજાજ ઇનામ પઠાણની દુકાન આગળથી પસાર થઇ રહ્યા હતાં. ત્યારે એજાજ કંઇ બોલ્યો હોવાનું લાગતા રીયાઝ એજાજે પાસે જઇને મને શું બોલે છે જણાવ્યુ હતું. આ મામલે તેમની વચ્ચે બોલાચાલી થતાં ટોળુ ભેગુ થઇ ગયુ હતું. આ વખતે ત્યાં ફૈઝાન મૌલવી નામક યુવક પણ પહોંચી ગયો હતો. જોકે, ભેગા થયેલા લોકોએ એજાજ અને તેના ભાઇ ઇરસાદને દુકાનની ઉપર આવેલા તેમના ઘરે મોકલી દીધા હત