રાપર: BSFની રાષ્ટ્રીય એકતા બાઇક રેલી ગાગોદર ગામે પહોંચી,પોલીસ અને ગ્રામજનોએ હર્ષભેર સ્વાગત કર્યું..
Rapar, Kutch | Nov 18, 2025 BSF દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે જાગૃતિ લાવવા માટે મોટરસાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 176 બટાલિયન BSF ભુજ ખાતે યોજાનારી 61મી BSF રાઇઝિંગ ડે પરેડ 2025ના અનુસંધાને આ રેલી જમ્મુ-કાશ્મીરથી પશ્ચિમ સરહદી ભુજ સુધીની યાત્રા પર છે.આ રેલી આજે સાંજે 4 ના અરસામાં ગાગોદર ગામે પહોંચી હતી..