વિસનગર: તારો ભાઈ ક્યાં છે તેમ કહી યુવક પર હથિયારો વડે હુમલો, ચાર સામે ગુનો દાખલ
વિસનગરના જમાઇપરા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવકને તલવાર, ધોકા લઇને અાવેલ ચાર શખ્સોઅે તારો ભાઇ સાહિલ ક્યાં છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ હૂમલો કરી ગંભીર ઇજાઅો પહોંચાડતાં યુવકને સારવાર અર્થે સિવીલમાં ખસેડવામાં અાવ્યો હતો. જે બનાવ અંગે યુવકે વિસનગરશહેર પોલીસ મથકે ફરિયાદ અાપતાં પોલીસ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.