લખતર રેલ્વે સ્ટેશન સદાડ રોડ ઉપર બ્રીલીયન સ્કૂલ નજીક રીક્ષા અને બાઈક નો અકસ્માત સર્જાયો હતો જેમાં કેસરિયા ગામના દાદરેસા સિદ્ધાર્થભાઈ ભરતભાઈ ઉંમર વર્ષ 20 અને ધ્રુવભાઈ નરસિંહભાઈ વાઘેલા ઉંમર વર્ષ 21 બંને યુવકો આરટીઆઇ કરવા માટે લખતર તરફ આવી રહ્યા હતા ત્યારે કેનાલના ઢાળ ઉતરતા બાઈકની સ્પીડ વધી જતા રીક્ષા સાથે ધડાકાભેર બાઈક અથડાતા બંને લોકો રોડ ઉપર ફગોડાઇ ગયા હતા અને મોઢા અને શરીરને પગના ભાગ ઉપર ભારે ગંભીર ઇજા પહોંચી હતી