ગાંધીધામ: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને BLOની ફરજ સોંપવા સામે વિરોધ, ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લાના અધ્યક્ષ દ્વારા BLO કામગીરી કરતા શિક્ષકોને ચૂંટણી પંચના અધિકારી દ્વારા ધાક ધમકી અને માનસિક ત્રાસ આપતા BLO શિક્ષકો આત્મહત્યા જેવા પગલાં ભરતા હોવાથી ઓનલાઇન કામગીરીનો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બહિષ્કાર કરે છે. અને ચૂંટણી અધિકારીઓને BLO ને ધાક ધમકી, નોટિસો અને માનસિક ત્રાસ આપવા પર વિરોધ નોંધાવ્યો છે.