સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ખાતેથી વૈજ્ઞાનિકો દ્વારા જણાવ્યા અનુસાર તેઓની ટીમે એક એવી કિટ તૈયાર કરી છે. જેમાં મહિલા કે પુરુષને પેશાબની નળીઓમાં થતો ચેપ, એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTI નો ટેસ્ટ ફક્ત 6 થી 9 કલાકમાં થશે. આ કીટમાં ટેસ્ટ માત્ર રૂપિયા 15 માં થશે. જેનાથી દર્દીઓના પૈસાની સાથોસાથ સમય બચાવશે. વૈજ્ઞાનિકોએ કીટ બનાવી અનોખી સિદ્ધિ મેળવી છે.