મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝા ખાતે મેનાબા રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો, જે ઉત્તર ગુજરાતના આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ આરોગ્ય અને તબીબી શિક્ષણમાં થયેલા આમૂલ પરિવર્તનોની સરાહના કરી હતી.