વડોદરા: કમાટીબાગ બચાવો,મોર્નિંગ વોકર્સોએ વોકેથોન યોજી લગાવ્યા નારા
વડોદરા : શહેરનું હૃદય અને શ્વાસ એટલે કમાટીબાગ,જેમાં નાગરિકો આનંદ પ્રમોદ માટે આવતા હોય છે.પરંતુ શાસકો દ્વારા અસામાજિક પ્રવૃત્તિના નામે પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવાનો નિર્ણય લીધો છે.જેને મોર્નિંગ વોકર્સ અને નાગરિકોએ તઘલગી નિર્ણય ગણાવ્યો છે. સાથે સવારમાં જે મોર્નિંગ વોકર્સ આવે છે,તેઓ અસામાજિક તત્વો નથી. નાગરિકોએ મોર્નિંગ વોકર્સોએ વોક ફોર જસ્ટિસના સૂત્ર સાથે વોકેથોન યોજી નિર્ણય પાછો ખેંચવા માંગણી કરી હતી.