મોરવા હડફના તાજપુરી વંદેલી ગામના રોડ ઉપરથી આરોપી રઘુવીરસિંહ ઘોળ પાસેથી રૂ.500ના દરની ભારતીય ચલણ બનાવટી ચલની નોટ 361 નંગ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધમા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો જ્યારે ચલની નોટો નો જથ્થો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધાર આરોપી કિશોર માનજીભાઈ પાંડોર નાઓ વોન્ટેડ હોય જે આરોપી અંગે SOG પોલીસે ભમરીકુંડા ગામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી જિલ્લા SOG પોલીસે આજે શનિવારે સવારે 11 કલાકે પ્રેસનોટના માધ્યમથી આપી હતી