ગોધરા: તકવા મસ્જિદ પાસે આવેલ અલીબાગ સોસાયટી પાસેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે તકવા મસ્જિદ નજીક અલીબાગ સોસાયટીના રહેણાંક મકાનમાં રેડ કરી 480 કિલોગ્રામ શંકાસ્પદ માંસ, કતલના સાધનો, વાહનો અને મોબાઇલ સહિત કુલ ₹5.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી, જેમણે જણાવ્યું કે આદિલ ઇબ્રાહિમ હયાત તથા અન્યોએ વેચાણ માટે માંસ પહોંચાડ્યું હતું. લેબ તપાસમાં માંસ ગૌમાંસ હોવાનું પુરવાર થતા પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ પોલીસમથકે ફરિયાદ નોંધાઈ છે.