રાજકોટ પશ્ચિમ: આવારા તત્વો બેફામ, બજરંગવાડી વિસ્તારમાં એક મકાન પર સોડા બોટલના ઘા કરી ફરાર, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા
શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા છે અને ગઈકાલે રાત્રે શહેરના બજરંગવાડી વિસ્તારમાં આવારા શખ્સ દ્વારા મકાન પર સોડા બોટલના ઘા કરીને ફરાર થઈ જવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ સ્ટાફે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસ દરમિયાન આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા, જેને આધારે પોલીસ સ્ટાફે આવું હીન કૃત્ય કરનાર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.