વલ્લભીપુર: તાલુકામાં માવઠાએ તારાજી સર્જી ખેડૂતોને વ્યાપક નુકસાન,તાલુકા પંચાત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ લેખિત રજૂઆત કરી
વલ્લભીપુર તાલુકામાં સતત ત્રણ દિવસથી પડેલા 5 ઇંચ વરસાદે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે ખેડૂતોના કપાસના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું, આ બાબતે વલ્લભીપુર તાલુકા પંચાયત પ્રમુખ મેહુલસિંહ ગોહિલ દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ , કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ને ખેડૂતોને થયેલ નુકશાન અંગે સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી.