ધ્રાંગધ્રા: સાધના સ્કૂલ ના 130 વિદ્યાર્થીનીઓએ જેસડા રણમાં કેમ્પ ખાતે પ્રાકૃતિક શિબિરનું આયોજન કરાયું
ધ્રાંગધ્રાની સાધના સ્કૂલની 130 વિદ્યાર્થિનીઓ જેસડા કેમ્પ સાઈટ ખાતે આયોજિત પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ભાગ લેવા ગયા હતા વિદ્યાર્થિનીઓએ પ્રકૃતિના ખોળે રહીને અભ્યાસ સાથે પ્લાસ્ટિક સહિત વસ્તુઓની સફાઈ કરીને મનોરંજનનો અનોખો અનુભવ મેળવ્યો હતો આ દરમિયાન દુર્લભ જંગલી ઘુડખર તેમજ રંગબેરંગી પક્ષીઓ ખાસ કરીને ફ્લેમિંગો જોવા મળતા વિદ્યાર્થિનીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો