ખેડબ્રહ્મા: શહેરના અંબિકા માતાજી મંદિરે ત્રણ કરોડના ખર્ચે લાલ પથ્થર થી માન સરોવર બનાવવામાં આવશે
આજે સાંજે 5 વાગે મંદિર ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ એવા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે છેલ્લા ત્રણ વર્ષથી માન સરોવરના નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે. ત્યારે દાતાઓના સહયોગ થી આશરે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે લાલ પથ્થરમાં માન સરોવર બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ ઉપરાંત રાત્રિ દરમિયાન માનસરોવરમાં ફુવારા સાથે લેસર શો નું પણ આયોજન કરવામાં આવશે. ત્યારે યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.