ભારત રત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસની ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી દ્વારા જશોનાથના ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર, ચેરમેન, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા.