સુરત: શહેરના ડુમસ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનાર એક જાણીતા ઉદ્યોગપતિ સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. પોતાના પુત્રના જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં ફટાકડા ફોડી લોકોમાં ભય ફેલાવનાર ઉદ્યોગપતિ દિપક ઇજારદારની ડુમસ પોલીસે અટકાયત કરી છે.ઉદ્યોગપતિ દિપક ઇજારદારે તેમના પુત્રના જન્મદિવસ નિમિત્તે ડુમસ વિસ્તારમાં જાહેર રસ્તા પર મોટા પાયે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.