મૂળી તાલુકાના લીમલી ગામે સૌની યોજના અંતર્ગત પાઈપલાઈન નાખવાના કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. ગામના રહીશોને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.