મેંદરડા તાલુકાના રાજેસર ગામની મુલાકાત લેતા જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા તે દરમિયાન ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરવામાં આવી. ત્યારબાદ રાજેસર ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના આગેવાનો અને નાગરિકો સાથે બેઠક યોજી ગામના વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.ગામના લોકો દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળી, તેના યોગ્ય નિરાકરણ માટે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી