સંસ્કારી નગરીમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે.ગઈ કાલે સાંજે માતાએ નવજાત શિશુને ગટરમાં ફેંકી દીધું હતું. ગોત્રી GMERS હોસ્પિટલમાં આ ઘટના બની હતી.કઠોર હૃદયની માતાનું કૃત્યએ તંત્રને હચમચાવ્યું છે.બાળકને જન્મ આપતાની સાથે જ હોસ્પિટલની ગટરમાં ફેકી દીધું હતું. માનવતા વિહોણા કૃત્યની જાણ સૌપ્રથમ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને થઈ હતી. સિક્યુરિટીએ તાત્કાલિક ગોરવા પોલીસ સ્ટેશનને આ અંગેની માહિતી આપી હતી.