આણંદ જિલ્લામાં 'પીએમ સૂર્ય ઘર યોજના'ની નોંધપાત્ર પ્રગતિ; અત્યાર સુધીમાં ૧૭,૭૪૭ ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરાયા છે.પીએમ સૂર્ય ઘર યોજના' અંતર્ગત જિલ્લામાં ૧૦૧.૧૮ કરોડ રૂપિયાની સબસિડી અપાઈ છે.સરકારની મહત્વકાંક્ષી 'પીએમ સૂર્ય ઘર યોજના' (PMSG) અંતર્ગત આણંદ જિલ્લામાં સોલર રૂફટોપના અમલીકરણમાં નોંધપાત્ર સફળતા જોવા મળી રહી છે. આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ ૨૧,૫૯૧ અરજીઓ પ્રાપ્ત થઈ હતી.