આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દાહોદ જિલ્લામાં “ગામે ગામ આરોગ્ય કિરણ” અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંચવાડા હેઠળના સબસેન્ટર બોરિયાલા–૦૩ ખાતે આઉટરીચ OPDનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય શિબિરમાં ગામના નાગરિકોને વિવિધ આરોગ્ય સેવાઓ પોતાના ગામે જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.