15 દિવસ પહેલા લગ્ન કરનાર નવોઢાએ ઝેર પી જીવ દીધો હતો. બનાવનાર પગલે દાહોદના શ્રમિક પરિવારમાં શોક છવાયો હતો. આત્મહત્યાનું કારણ અકબંધ હોય, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ધ્રોલ તાલુકાના ખાખરા ગામે વાડી વિસ્તારમાં રહેતી ખેત મજૂર પરિવારની નવોઢાએ ઝેરી દવા પી લેતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. સોનલ વિનોદ વાહમિયા (ઉંમર વર્ષ 25)ના લગ્ન આશરે 15 દિવસ પહેલા જ થયા હતા.