વિસનગર: મુખ્ય બજાર વિસ્તારની દુકાનમાં એકાએક વિકરાળ આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા
વિસનગર શહેરના હાર્દ સમા મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી મોટી વ્હોરવાડના નાકે એકાએક આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. અહીં આવેલી ઉસ્માનગની મેમણની કપડાં સીવવાની દુકાનમાં અચાનક આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા બહાર નીકળવા લાગ્યા હતા.