રાજકોટ પૂર્વ: ખાટુ શ્યામ મંદિરમાં ચોરી, CCTV:રાજકોટમાં દાનપેટી તોડી રૂ.65 હજારની રોકડ ચોરતો શખ્સ ઝડપાયો
રાજકોટમાં ખાટુ શ્યામ મંદિરની દાનપેટી તોડી તેમાંથી રૂ. 65,000ની ચોરી કરી જતા શખ્સને ગાંધીગ્રામ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એક શખ્સ મંદિરમાં પ્રવેશી સ્ટીલની દાનપેટી તોડતો હોય એવા CCTV સામે આવ્યા હતા જેના આધારે પોલીસે કરેલી તપાસમાં તે શખ્સ વિવેક ચૌહાણ હોવાનું ખુલ્યુ હતુ. જેથી પોલીસે તેની ધરપકડ કરી છે અને આગળની કરેલી તપાસમાં ખુલ્યું છે કે, આ શખ્સ સામે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં 16 ગુના નોંધાઈ ચૂક્યા છે.