હાલોલ: નેપાળથી પધારેલા અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી મહારાજનું હાલોલમાં ભવ્ય સ્વાગત કરાયું
હાલોલના કણજરી ગામે રામજી મંદિર ખાતે નેપાળથી પધારેલા અનંત શ્રી વિભૂષિત જગતગુરુ રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામકૃષ્ણચાર્યજી મહારાજ તેમજ અન્ય સંતો-મહંતોનું હાલોલમાં આજે મંગળવારના રોજ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.મહારાજે હાલોલના કણજરી રોડ ઉપર આવેલ ગણેશ મંદિર તેમજ હનુમાનજી મંદિરે આરતી કરી ધર્મલાભ લીધો.ત્યારબાદ ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે શ્રી રામકૃષ્ણચાર્યજી મહારાજને બગીમાં બેસાડી બાઈક રેલી દ્વારા તેમની શોભાયાત્રા કણજરી ગામે લઈ જવામાં આવી હતી