વિસનગર તાલુકાના કિયાદર ગામથી ઉમતા ગામને જોડતા મુખ્ય માર્ગ પર આવેલું એક મહત્વનું નાળું છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને તૂટેલી હાલતમાં છે, જેના કારણે આ માર્ગ પરથી પસાર થતા હજારો વાહનચાલકો અને મુસાફરો માટે ગંભીર અકસ્માતનો ખતરો તોળાઈ રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, તંત્ર દ્વારા આ નાળાના સમારકામમાં બેદરકારી દાખવવામાં આવતા લોકોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.