રાજકોટ પૂર્વ: કેન્દ્રીય કેબિનેટે PM-ગતિશક્તિ યોજના હેઠળ કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટને મંજૂરી આપી
કેન્દ્રીય કેબિનેટે PM-ગતિશક્તિ યોજના હેઠળ કાનાલૂસથી દ્વારકા સુધીના રેલવે ડબલ ટ્રેક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹1474 કરોડ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.આ ડબલ ટ્રેક સુવિધાથી ઓખા અને સલાયા બંદરો પરથી રેલવે દ્વારા માલ પરિવહનમાં વધારો થશે, જેનાથી બંને બંદરોનો વિકાસ થશે અને આર્થિક મજબૂતીકરણ થશે. અંદાજે દર વર્ષે 11 મિલિયન ટનનો ફ્રેઈટ ટ્રાફિક વધવાનો અંદાજ છે.