વડોદરા : 31 ડિસેમ્બરને લઈ શહેર પોલીસે એક્શન પ્લાન ઘડયો છે. ભીડભાડવાળા સ્થળોએ પોલીસ તૈનાત રહેશે.અસામાજિક તત્વો ઉજવણીમાં દખલ ન કરે તે માટે પોલીસ સજ્જ છે.પોલીસના વિશેષ વાહનો સાથે પણ ટિમો તૈનાત રહેશે.કોઈ પણ અનિચ્છનીય કાર્યવાહી કરી તો પોલીસની ટિમો નહિ છોડે,ફાર્મ હાઉસ કે હોટેલોમા નિયમ ભંગ ના થાય તે માટે માલીકોને સૂચના અપાઈ છે.જ્યાં ભીડ હશે ત્યાં શી ટિમ અને ટ્રાફિક પોલીસ ખાસ રહેશે.અવાવરું સ્થળોએ ચેકીંગ હાથ ધરાશે.વધુ માહિતી પો.કમિશનરે આપી હતી.