વડોદરા : શહેરના જુદા જુદા બેંકના એટીએમ ઉપર પૈસા ઉપાડવા જતા નાગરિકોને પૈસા ઉપાડવા મદદ કરવાના બહાને વાતોમાં રાખીને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લીધા બાદ હાથ ચાલાકીથી પોતાની પાસેનું ડમી એટીએમ કાર્ડ બદલી લઈ પૈસા ઉપાડવા આવેલા નાગરિકના એટીએમમાંથી બહાર ગયા બાદ પૈસા ઉપાડી લેતા રીઢા શખ્સ આણંદના તૃષાર કોઠારીને ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો હતો.તેની પાસેથી 10 નંગ અલગ અલગ એટીએમ મળી આવ્યા હતા.જ્યારે ઠગાઈ અને ચોરીના 12 જેટલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો હતો.