અમદાવાદમાં માર્ગ અકસ્માતનો સિલસિલો યથાવત છે. આ ક્રમમાં શનિવારે એસજી હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા યુવકને પગમાં ઈજા થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થયો હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ...