ધ્રોલ: કમોસમી વરસાદથી મગફળી–કપાસનો પાક બગડ્યો, મગફળી સળગાવી વિરોધ: વળતર આપવા માંગ
ધ્રોલ તાલુકામાં નવરાત્રી દરમ્યાન પડેલા વરસાદથી મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું: ખીજડીયા, જારીયા, માનસર સહિતના ગામોમાં ખેડૂતોના પાક બગડતાં તેઓ આર્થિક મુશ્કેલીમાં સપડાયા: નુકસાનથી વ્યથિત ખેડૂતો ખેતરમાં મગફળી સળગાવી વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે.