ધોળકાના રાણા સમાજના હોનહાર યુવક ઈશાનભાઈ અજયભાઇ રાણાની ઇન્ડિયન આર્મીમાં અગ્નિ વીર તરીકે પસંદગી થઈ છે. આસામ ખાતે તેમનું પોસ્ટિંગ કરાયું છે. ત્યારે તા. 09/12/2025, મંગળવારે સાંજે 6 વાગે ધોળકા ખાતે પંચશીલ વિસ્તારમાં ક્રિષ્ના વાળાના ડેલામાં ઈશાન રાણાનો સન્માન સમારોહ ધોળકાના અગ્રણી ચિંતરંજનદાસ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ઉપસ્થિત આગેવાનોએ ફુલહાર કરી આશીર્વાદ આપી ઈશાન રાણાનું સન્માન કર્યું હતું.