મોરવા હડફ: મોરવા હડફ પોલીસે ચાંદપુર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક ઇસમ સામે નોંધ્યો ગૂનો
મોરવા હડફ પોલીસની ટીમ તા.19 નવેમ્બર બુધવારના રોજ સાંજે પેટ્રોલિંગમા હતી ત્યારે બાતમી મળતા ચાંદપુર ગામે રહેતો અમરસિંહ કટારાના ઘરે છાપો મારી વિદેશી દારૂના 22 નંગ કવાટરીયા જેની કિ. 2860 રૂ.નો પ્રોહીબીશનનો મુદ્દામાલ ઝડપી પાડી ફરાર અમરસિંહ કટારા સામે મોરવા હડફ પોલીસ મથકે તા.19 નવેમ્બર સાંજે 6.15 કલાકે પ્રોહીબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે