સંજેલી તાલુકાના હિરોલા ગામે આવેલા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રંગલી ધાટીમાં વહેલી સવારે એક અજાણ્યા પુરુષનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. સવારે ઢોર ચરાવવા ગયેલ લોકોની નજર પડતાં તાત્કાલિક ગામના સરપંચને જાણ કરાઈ. સરપંચ દ્વારા તાત્કાલિક સંજેલી પોલીસ મથકે જાણ કરાતા સંજેલી પોલીસ,DYSP,SP સહિત ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.