જામનગર શહેર: જામનગરમાં જુનિયર ટ્રમ્પનો વિશેષ પ્રવાસ, અંબાણીના મહેમાન બની ‘વન તારા’ અને ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી
જામનગર શહેરે આજે એક વિશેષ પળોનો અનુભવ કર્યો, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ જામનગરના ખાસ મહેમાન તરીકે આવ્યા હતા. તેઓ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા હતાં. જુનિયર ટ્રમ્પે અનંત અંબાણી સાથે વિશેષ મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓ પ્રકૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા અદભૂત સ્થળ વનતારા ની મુલાકાતે ગયા. અહીં તેમણે વિવિધ પ્રાણી–સંગ્રહ, કુદરતી સૌંદર્ય અને અંબાણી પરિવારના વિઝનને નજીકથી અનુભવ્યું.