થાનગઢ નગરપાલિકા દ્વારા જાહેર સ્થળોએ ગંદકી કરતા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન જાહેરમાં ગંદકી કરતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ તેમજ જથ્થાબંધ પ્લાસ્ટિક વેચાણ કરતા ઇસમો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.