ઉના: ઉનાના નેસડા ગામની પ્રાથમિક શાળામાં 7 ઓરડા,3 કાર્યરત,વહેલી તકે બનાવવા માંગ..
ઉનાના નેસડા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળ વાટિકા થી ધોરણ 8 સુધીમાં કુલ 118 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.શાળામાં કુલ 7 ઓરડાઓ આવેલા છે પરંતુ 4 ઓરડાઓ અતિ જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યા છે અને 3 ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસાડી બે પાળીમાં અભ્યાસ કરાવવો પડે છે જેમાં સવારની પાળીમાં ધોરણ 6 થી 8 ના બાળકો અને બપોરની પાળીમાં બાળ વાટિકા થી ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વહેલી તકે ઓરડાઓ રિપેર કરવા માંગ ઉઠી