ખેડબ્રહ્મા: શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મીઓને પ્રમોશન મળ્યું
આજે બપોરે 3 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં 50 જેટલા પોલીસ કર્મીઓને બઢતી આપવામાં આવી હતી. જે પૈકી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશાબેન, વિશ્રામભાઇ, સુનિલભાઈ, મહેન્દ્રભાઈ આમ કુલ મળી ચાર પોલીસ કર્મીઓ ની બઢતી કરાઈ હતી. ત્યારે તમામને તેમના ફરજ પરના સ્થળે જ નિયુક્તિ આપવામાં આવી હતી.