ગોધરા વિધાનસભાના ભામૈયા પશ્ચિમ ગામે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પાયાની સુવિધા અને શિક્ષણની ગુણવત્તા વધારવાના હેતુસર તા. 17 જાન્યુઆરીના રોજ પ્રાથમિક શાળાના ૭ ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂ. ૮૫ લાખના ખર્ચે બનનાર આ ઓરડામાં સ્માર્ટ ક્લાસરૂમ સહિત તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, શિક્ષણ સમિતિ ચેરમેન, તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા પરિવાર અને ગ્રામજનો ઉપસ્થિત