મુળી: સરા ગામે ખાતરનો સ્ટોક હોવા છતાં વેચાણ બંધ થતા ખેડૂતોને હાલાકી
મૂળી તાલુકાના સરા ગામે ખાતરનો સ્ટોક હોવા છતાં ખાતરનું વેચાણ નહીં થતા સરા ગામ સહિત આજુબાજુના દશેક જેટલા ગામોના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતોને પાકના વાવેતર બાદ ખાતરનો ઉપયોગ કરવા સમયે જ ખાતરનું વેચાણ બંધ થતા ખેડૂતોને મુશ્કેલી ભોગવવી પડે છે જ્યારે ખેડૂતોએ પણ ખાતર ડેપો સંચાલકો દ્વારા ખાતરનું કળા બજાર કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.