નવસારી જિલ્લાના સાતેમ પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ વિભાગ, સુપા રેન્જ અને નવસારી ટિમ્બર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કિશાન શિબિર દરમિયાન વન્યપ્રાણી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દીપડાના સતત દેખાવા પાછળના કારણો અને માનવ-વન્યપ્રાણી સહઅસ્તિત્વ અંગે વૈજ્ઞાનિક સમજૂતી આપવામાં આવી. ડૉ. મોહમ્મદ નવાઝ દહિયાએ દીપડા સાથે સહજીવન કેવી રીતે શક્ય બને તેની માહિતી આપી. સાથે, કૃષિ વાનિકી સંબંધિત માહિતી પણ આપવામાં આવી.