ભાવનગર પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકમાંથી ઝડપી લીધેલા સાઇલેન્સરના જથ્થાનો નાશ કરાયો હતો. બાઈક ચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે અવાજ પ્રદુષણ કરતા સાઇલેન્સર બાઈકમાં ફીટ કરવામાં આવતા હોય જેને લઇને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જે કાર્યવાહી અંતર્ગત 181 થી વધુ સાયલેન્સ કરો પોલીસે હેડ કોટર ખાતે લાવી તમામ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જે સમયે સીટી DYSP સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.