ઉધના: સુરત: મરીન પોલીસ મથકમાં ફરજ પરના 38 વર્ષીય પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત
Udhna, Surat | Dec 27, 2025 :સુરત શહેરમાં પોલીસ બેડામાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. હજીરા વિસ્તારમાં આવેલી મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા એક યુવાન પોલીસ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા કરૂણ મોત નિપજ્યું છે.મરીન પોલીસ મથકમાં 38 વર્ષીય સુખદેવ સોમાભાઈ વસાવા PSO તરીકે ફરજ બજાવતા હતા. મળતી માહિતી મુજબ, સુખદેવ વસાવા પોલીસ મથકના બાથરૂમમાં ગયા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. અન્ય પોલીસ કર્મચારીઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા.