રાજકોટ પશ્ચિમ: કુવાડવા ગામે રહેતા યુવક પર મજાક કરવા બાબતે હુમલો કરવામાં આવ્યો
કુવાડવા ગામે રહેતા ચિરાગભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ કુવાડવા ગામમાં સિગરેટ પીતો હોય જે દરમિયાન તેમના કાકાનો દીકરો અજયભાઈ આવેલ હોય જે દરમિયાન ચિરાગે અજય ની મજાક કરેલ હોય જેનો ખાર રાખી ચિરાગ તેમજ તેની પત્ની જમવા માટે હોટલ પર જતા હોય જે દરમિયાન અજયભાઈ તેમજ જીતુભાઈ આવેલ હોય અને યુવક પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી.