સુરત : મૂળ બિહારમાં ભોજપુરના વતની અને હાલ પરવટ ગામમાં આવેલ સંતોષનગરમાં રહેતો ૩૫ વર્ષીય ધર્મેન્દ્રકુમાર રામજનમ સિંહ મજૂરી કામ કરતો હતો. થર્ટી ફર્સ્ટને પગલે ધર્મેન્દ્રકુમારે મિત્રો સાથે પાર્ટી કરી હતી.રાતે સૂઈ ગયો હતો.સવારે જગાડતા જાગ્યો ન હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો,જ્યાં તેનું મોત થયું હતું. બીજા બનાવમાં મૂળ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના વતની અને હાલ સચિન પાલીગામમાં રહેતા ૩૬ વર્ષીય વિનોદ દીનાનાથ કુમાર બેભાન થઈ થઈ જતા મોત નિપજ્યું હતું.