સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરતા ઉત્તર પ્રદેશના ચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડ સાથે સંકળાયેલા આરોપી યુસુફખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ વેલ્ડિંગનું કામ કરતા એક યુવકને ડરાવી-ધમકાવી તેની મોંઘીદાટ કાર પડાવી લેવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.લિંબાયત વિસ્તારમાં વેલ્ડિંગનું કામ કરતા મુહમ્મદ ઈકબાલ નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, જૂન-2025માં આરોપી યુસુફખાન પઠાણ તેના ઘરે આવ્યો હતો.