માંગરોળ: ડુંગરી ગામે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ સહિત ₹.૧,૭૧,૦૦૦ ની મતા ની ચોરી કરી ગયા
માંગરોળ તાલુકાના ડુંગરી ગામે વય નિવૃત શિક્ષક ના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત ₹.૧,૭૧,૦૦૦ ચોરી કરી ગયા કોસંબા ખાતે રહેતા મુસ્તાક રહીમ પઠાણ પોતાના વતનના ગામ ડુંગરી ગામે ખેતી કરે છે અને પોતાનું મકાન ધરાવે છે જેથી પોતાના ઘરે આવતા જતા રહેતા હતા આ ઘરમાંથી તસ્કરોએ ચોરી કરતા તેમણે માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે